જયન્ત પાઠક
પૂરું નામ : જયંત હિંમતલાલ પાઠક
જન્મ : ૨૦-૧૦-૧૯૨૦ રાજગઢ, પંચમહાલ જિલ્લો, ગુજરાત.
અવસાન : ૦૧-૦૯-૨૦૦૩ સુરત, ગુજરાત.
અભ્યાસ : એમ.એ., પી.એચ.ડી.
વ્યવસાય : અધ્યાપન, પત્રકારત્વ, લેખન
સર્જન
વિવેચન - ૯, મુખ્ય - આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવચિત્રી
જીવન વિકાસનાં પુસ્તકો - ૯,
કવિતા - મર્મર, સંકેત, શુળી પર સેજ, ક્ષણોમાં જીવુ છું
અનુવાદ - ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ, ટેઈલ ઓફ ટુ સીટીઝ
આત્મકથા - વનાંચલ, તરૂરાગ
સંપાદન - કાવ્ય કોડિયા-૩, ગુજરાતી ઊર્મિકાવ્યો
સન્માન
૧૯૫૭ - કુમાર ચંદ્રક
૧૯૭૬ - રણજિતરામ સુવર્ણચંદ્રક
૨૦૦૩ - નરસિંહ મહેતા એવોર્ડ
સવિશેષ પરિચય
જયંત હિંમતલાલ પાઠક (૨૦-૧૦-૧૯૨૦) : કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૩માં
સુરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી- સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ
વિષયોમાં વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીથી ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળો ને સિદ્ધિ’ વિષય પર પીએચ.ડી. ૧૯૪૩-૧૯૪૭ દરમિયાન
દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં શિક્ષક. ૧૯૪૭ થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ.
ટી. બી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬ માં નર્મદ
સુવર્ણચંદ્રક. ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩નું ઉમા-સ્નેહરશ્મિ
પારિતોષિક. ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ એવોર્ડ ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ તથા ૧૯૯૦’-૯૧ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા.
0 comments:
Post a Comment