એક અછાંદસ કાવ્ય : ઈશ્વરને સંબોધીને...
હરિ
! તેં ક્યારેય કોઈને ત્યાં નોકરી કરી છે?
સારી-નરસી
પ્રત્યેક ક્ષણને આખરી કરી છે?
તારે
શું?
સમય
અને સંજોગો બધા તારા તાબામાં છે, તે તું તો ફાવે તેમ
કરે
પત્ની, મા-બાપ, સંતાનો કે ઓફિસમાં બોસનો ઠપકોય તેં
સાંભળ્યો છે કદિ ?
તારે
તો પત્નીની સાડી કે ટીના કે ટીકુના સ્કૂલડ્રેસની પણ ચિંતા ક્યાં હોય છે !
દર
મહિને મકાનભાડાની ઝંઝટ શું છે એની તને ખબર છે?
અત્યારે
નહીં, આવતા પગારે તો જરૂર તેલનો આખો ડબ્બો લઈશ,
એવી
મુંઝવણ પણ ક્યાં હોય છે તારે?
કિલો
બટેકા કે 500 ગ્રામ ભીંડાની કિંમત તો તને ખબરે ય
ક્યાંથી હોય?
તું
ક્યારેય બસની ભીડમાં કચડાતા કે રીક્ષામાં લટકતા લટકતા ઘેર પહોંચ્યો છે?
હેં
હરિ ! બોલ,
બોલ
હરિ !
તેં
ક્યારેય કોઈને ત્યાં નોકરી કરી છે ખરી?
- અનિલ ચાવડા
0 comments:
Post a Comment