06 March 2012

જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવે

જન્મ:  ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ સુરત.
અવસાન: ૧૦ સપ્ટેમ્બર, ૧૯૮૦ મુંબઈ. 
માતાનું નામ:ધનવિદ્યાગૌરી
પિતાનું નામ: હરિહરશંકર.
લગ્ન: ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે.
બાળકો પુત્રી રમા પુત્ર પ્રદીપ, અસિત
અભ્યાસ મેટ્રિક 1919 ; બી.એ.- 1923 એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. 1925

મુખ્ય રચનાઓ
1.     રંગતરંગ ભાગ 1 થી 6 ;
2.     જ્યોતીન્દ્ર તરંગ;
3.     રેતીની રોટલી;
4.     વડ અને ટેટા ( હાસ્ય નિબંધો) ;
5.     અમે બધાં ( નવલકથા);
6.     વ્યતીતને વાગોળું છું(આત્મકથા);
7.     હાસ્ય નિબંધ સંગ્રહ- 10;
8.     હાસ્યનવલકથા -1;
9.     આત્મકથા -1

સન્માન
 1941 રણજિતરામ સુવર્ણ ચંદ્રક;
1950 નર્મદ સુવર્ણચંદ્રક
ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના પ્રમુખ 

સવિશેષ પરિચય
દવે જ્યોતીન્દ્ર હરિશંકર, ‘અવળવાણિયા’, ‘ગુપ્તા’ (૨૧-૧૦-૧૯૦૧, ૧૧-૯-૧૯૮૦) : હાસ્યલેખક. જન્મ વતન સુરતમાં. પ્રાથમિકથી કૉલેજ સુધીનું શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૨૫માં એમ.એ. ૧૯૨૬-૩૩ દરમિયાન મુંબઈમાં ક. મા. મુનશી સાથે રહી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાની યોજનામાં જોડાયા અને ગુજરાતમાસિકના ઉપતંત્રી બન્યા. વચ્ચે થોડો સમય મુનશી જેલમાં જતાં પોતે મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૧૯૩૩-૩૭ દરમિયાન સુરતની એમ. ટી. બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૩૭માં મુનશીના આગ્રહથી ફરી પાછા મુંબઈમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં પહેલાં ભાષાંતરકાર અને પછી મુખ્ય ભાષાંતરકાર. ૧૯૫૬માં ત્યાંથી નિવૃત્ત થઈ મુંબઈની કેટલીક કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. છેલ્લે માંડવી (કચ્છ)ની કૉલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય. ૧૯૪૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષધના પ્રમુખ. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવી ત્યાં જ અવસાન.

નોંધ – વધુ વિગત માટે અહીં ક્લીક કરો જયોતીન્દ્ર દવે 



0 comments:

Post a Comment