04 March 2012

ઉમાશંકર જોશી



જન્મની વિગત
૨૧-૦૭-૧૯૧૧
બામણાસાબરકાંઠા જિલ્લોગુજરાત
મૃત્યુની વિગત
૧૯-૧૨-૧૯૮૮ (૭૭ વર્ષ)
મુંબઇમહારાષ્ટ્રભારત
              
સ્વ. શ્રી ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાનમાટે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનવામા આવ્યા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી ની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.
તેમની પ્રસિદ્ધ કાવ્ય પંક્તિ:
                                      ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,
                                      જંગલની કુંજ કુંજ જોવી હતી
જીવન  ઝરમર :
તેઓ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જીલ્લાના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી હતું. તેમના માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનો નામ : રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. તેમની પુત્રીઓના નામ નંદિની અને સ્વાતિ છે.

રચનાઓ
  •   મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
  •   કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞ, સાતપદ
  •   એકાંકી- સાપના ભારા, હવેલી
  •   વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો
  •   નિબંધ સંગ્રહ ઉઘાડી બારી
  •   સંશોધન પુરાણોમાં ગુજરાત
  •   વિવેચન – 'અખો' એક અધ્યયન ; કવિની શ્રદ્ધા
  •   અનુવાદ શાકુંતલ, ઉત્તર રામચરિત
  •   સામયિક સંપાદન: 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪
પુરસ્કારો/એવોર્ડ્સ
                          જ્ઞાનપીઠ એવોર્ડ - ૧૯૬૭
                          રણજિતરામ સુવર્ણચંદ્રક - ૧૯૩૯
                          નર્મદ સુવર્ણ ચંદ્રક - ૧૯૪૭

સભ્યપદ/હોદ્દાઓ
                                પ્રમુખ - ગુજરાતી સાહિત્ય પરિષદ - ૧૯૬૮
                                પ્રમુખ - સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી - (૧૯૭૮-૧૯૮૨)
                                ઉપ કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી – ૧૯૭૦

0 comments:

Post a Comment