![]() |
રાજવી કવિ કલાપી |
ઉપનામ: કલાપી
કુટુંબ: પત્ની
રમાબા ઉર્ફે રાજબા - રૂહા, કચ્છનાં કુંવરી (૧૮૮૯-૧૫ વર્ષની વયે); એમનાંથી ૮ વર્ષ મોટા
આનંદીબા ઉર્ફે કેસરબા - કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (૧૮૮૯ - ૧૫ વર્ષની વયે) ; એમનાંથી ૨ વર્ષ મોટા
શોભના - રમાબા સાથે પિયરથી ૭-૮ વર્ષની ઉંમરે
આવેલ મોંઘી નામની દાસી
(૧૮૯૮) ; એમનાંથી ૭-૮ વર્ષ નાના
- અભ્યાસ: ૧૮૮૨-૧૮૯૦ રાજકુમાર કોલેજ – રાજકોટમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ
- વ્યવસાય: ૧૮૯૫- લાઠી (ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી
- પ્રદાન: પ્રજાત્સલ રાજવી ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું.
- કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )
- વર્ણન - કાશ્મીરનો પ્રવાસ
- નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર
- જીવન: ૨૧ વર્ષની વયે રાજ્યાભિષેક ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫) નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા. માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા. આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી. રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો. શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર. વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા. સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર. ૧૬ થી ૨૬ વર્ષની ઉંમરનાં ૧૦ વર્ષના ગાળામાં જ ૫૦૦થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને ૨૫૦ થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન ૧૮૯૨થી શરૂ થયેલ). મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે. મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે. ૨૬ વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)
- સન્માન: ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક. એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ - ગઝલ માટે. ૧૯૬૬માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી. ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.
૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓને
સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩ માં મરણોત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાઠી ‘સાગર’ ની સંવર્ધિત સટિપ્પણ આવૃત્તિ (૧૯૩૧) પછી પણ આ બૃહત્ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી
છે તેમજ એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક
કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યા છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અને કાન્તની કવિતાની છાયા છે છતાં કલાપીનું સર્જન એમના અનુભવો રણકો
લઈને આવે છે અને એમનાં ઘણાં બધાં કાવ્યો તો એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી
નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પારાકાષ્ઠાએ હતો ત્યારે-૧૮૯૭-૯૮-માં-સૌથી વધારે
પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે એ સૂચક છે.
0 comments:
Post a Comment