પૂરું નામ: નર્મદાશંકર લાલશંકર દવે
જન્મ: ૨૪-૦૮-૧૮૩૩, સુરત.
અવસાન: ૨૫-૦૨-૧૮૮૬
અભ્યાસ: કોલેજનો અભ્યાસ અધુરો
કાવ્યગ્રંથ: નર્મ કવિતા ભાગ ૧,૨,૩
સવિશેષ પરિચય
નર્મદશંકર લાલશંકર દવે (૨૪-૮-૧૮૩૩, ૨૫-૨-૧૮૮૬) : કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક. જન્મ સુરતમાં. પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં
ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની
શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી
નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં
અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ.
કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની
શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી
કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની
વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો. ૨૩મી વર્ષગાંઠથી
કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ
સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની
નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું
વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં
પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને
સ્વીકાર. આઠ મહિનાની સંધિવાની માંદગી પછી અવસાન.
અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.
સર્જન
‘નર્મકવિતા’ : ૪-૮ (૧૮૫૯)
‘નર્મકવિતા’ :
૯-૧૦ (૧૮૬૦) આ
બધી કવિતાઓનો સંચય ‘નર્મકવિતા’- પુસ્તક-૧ (૧૮૬૨)માં કરેલો છે.
એમનાં ગદ્યલખાણોના નિબંધો
‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના
સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે.
આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે.
તેમની પ્રખ્યાત કાવ્યકૃતિ
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી
ગુજરાત,
દીપે અરૂણું
પરભાત,
ધ્વજ પ્રકાશશે
ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ
નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ
સુંદર જાત,
જય જય ગરવી
ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી
માત,
છે દક્ષિણ
દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને
દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં
સાક્ષાત
જય જય ગરવી
ગુજરાત.
નદી તાપી
નર્મદા જોય,
મહી ને બીજી
પણ જોય.
વળી જોય
સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી
વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ
જાત,
જય જય ગરવી
ગુજરાત.
તે અણહિલવાડના
રંગ,
તે સિદ્ધ્રરાજ
જયસિંગ.
તે રંગથકી પણ
અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે
મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે
નર્મદા સાથ,
જય જય ગરવી
ગુજરાત.
0 comments:
Post a Comment