![]() |
નરસિંહ મહેતા |
જન્મ: ૧૪૧૪ – અવસાન: ૧૪૮૦
જન્મ સ્થળ: ભાવનગર જિલ્લાનું તળાજા ગામ
કુટુંબ : પિતા – કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ ?)
માતા: દયાકુંવર
મુખ્ય કૃતિઓ: ૧૫૦૦ થી વધારે પદો ; આત્મકથાનક – પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદો: સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ.
કુટુંબ : પિતા – કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ ?)
માતા: દયાકુંવર
મુખ્ય કૃતિઓ: ૧૫૦૦ થી વધારે પદો ; આત્મકથાનક – પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદો: સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ.
જીવન ઝરમર:- ગુજરાતી ભાષા ના પ્રથમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલ રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. ભગવાન શ્રી કૃષ્ણના પરમભકત આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ૧૫મી સદીમાં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નરસિંહની વાચા ‘રાધા કૃષ્ણ’ શબ્દથી ફૂટી હતી. ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અને જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે માતા અવસાન પામ્યા. ત્યાર બાદ કાકા પર્વતદાસને ઘેર ઉછરી મોટા થવા લાગ્યા. વળી કાકાનો સ્વર્ગવાસન થતા તેઓ પીત્રાઈ ભાઈના આશ્રિત થયા. ભાભીનાં મહેણાં-ટોણાંથી કંટાળેલા નરસિંહ ગોપીનાથ મહાદેવ (ગોપનાથ)માં ચાલ્યા ગયા. જયાં તેમને પ્રભુ મિલનનો અદ્ભુત અનુભવ થયો. નરસિંહને ભજન સિવાય કશામાં રસ ન હતો. માણિકય (માણેક) ગૌરી સાથે લગ્ન થયા બાદ પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો. નરસિંહના જીવનના કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, હૂંડી અને હારના ચાર પ્રસંગો ઇશ્વર પ્રત્યેની તેમની અપાર ભક્તિનાં દૃષ્ટાંતો છે. હરિજનવાસમાં ભજન કરવા જતાં નરસિંહને નાગરી નાતે નાત બહાર મૂકયા હતા. અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની. પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલા ઉત્તમ કવિ હતા. આમ નરસિંહ સાચા ભકત અને વૈષ્ણવ હતા.
0 comments:
Post a Comment