![]() |
મીરાંબાઈ : સમય : (૧૪૯૮-૧૫૪૭)
મીરાબાઈ કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરિકે સ્થાપ્યા હતાં અને તેને
અનુલક્ષીને અનેક ભજનો રર્ચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ
છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું.
મીરાંબાઈ એ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરા
બાઇનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.
જીવન પરિચય:- કૃષ્ણભક્તિ શાખાની હિંદીની મહાન કવયિત્રી મીરાબાઈનો જન્મ સંવત્ ૧૪૯૭માં
જોધપુરમાં મેડતા નજીક આવેલા ચોકડ઼ી નામના ગામમાં (રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલ
છે) થયો હતો. તેમના પિતા રતન સિંહ, ઉદય પુરના સ્થાપક રઓ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં
ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે મીરાંને કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ
તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી.
શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યં કદાચ નાની બાલિકાને તે નહીં
ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટી પડતાંજ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને
તે બાઉલી ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ
ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની
ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે
પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો. બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક
લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર
આપ્યો." તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાંની માતા તેના
મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી. નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?)ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર
ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. વિવાહના
થોડા જ દિવસ પછી તેમના પતિનું સ્વર્ગવાસ થઈ ગયું. પતિના પરલોકવાસ પછી તેમની ભક્તિ
દિન-પ્રતિ- દિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે
કૃષ્ણજીની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં. આનંદનો માહોલ તો ત્યારે બની જતો, જ્યારે મીરાના કહેવા પર રાજા મહેલમાં જ કૃષ્ણ
મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બનનુ કે ત્યાં સાધુ-સંતોની
આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને
સમજાવ્યાં, પણ મીરા દીન-દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે
અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે. ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ
ગુરુ નહોતા. પરંતુ મીરાંબાઇએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને
મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઇએ પોતાની ઘણી વાણીઓમાં
પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે, નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ' મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ.
0 comments:
Post a Comment