15 June 2013

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું…


એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું
સોણલાંની વાડી ઝાકમઝોળ,

કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે,
મઘમઘ સુવાસે તરબોળ
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ક્યાં રે કિનારો ને ક્યાં નાંગર્યા

નજરુંના પડછાયા આમ!
ઊગી ઊગીને અચરજ આથમે
પછી એમ પથરાતું નામ
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ઝાકળ સરીખું ઝલમલ બારણું,

પગલે પાંપણનું ફૂલ,
એક રે હોંકારે ઉઘડે આગળા,
ઓળઘોળ આયખાનું મૂલ

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!
- માધવ રામાનુજ

0 comments:

Post a Comment