16 June 2013

સૂના સરવરિયાને કાંઠડે - અવિનાશ વ્યાસ

સૂના સરવરિયાને કાંઠડે
સૂના સરવરિયાને કાંઠડે હું બેડલુ મેલીને ન્હાવા ગઇ
પાછી વળી ત્યારે બેડલુ નઇબેડલુ નઇ.. બેડલુ નઇ..
હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઇ
શું રે કેવુ મારે માવડીને જઇ..

કેટલુ એ કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરીને એણે બેડલુ ચોર્યુ
ખાલીખમ બેડલાથી વળે ના કંઇ
પાછી વળી ત્યારે બેડલુ નઇબેડલુ નઇ.. બેડલુ નઇ..
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી
દઇ દે બેડલુ મારુ દલડાને લઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇબેડલુ નઇ.. બેડલુ નઇ..
સૂના સરવરિયાને કાંઠડે હું બેડલુ મેલીને ન્હાવા ગઇ
પાછી વળી ત્યારે બેડલુ નઇબેડલુ નઇ.. બેડલુ નઇ..
હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઇ
શું રે કેવુ મારે માવડીને જઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇબેડલુ નઇ.. બેડલુ નઇ..
રચના : અવિનાશ વ્યાસ
સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય

0 comments:

Post a Comment