12 June 2013

પેપરની વિવિધ જાતની ટોપી બનાવતા શીખો...

મિત્રો, વેકેશનમાં માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે તાલીમ યોજાઈ ગઈ. મેં સુરત ખાતે સંકુલ - ૩ માં રિસોર્સ પર્સન તરીકે ફરજ બજાવી હતી. અમારી ટીમમાં નીચેના ફોટામાં દેખાતા  કુલ ૧૩ R.P. મિત્રો હતા. જેમાં ડાબેથી ચેતનાબેન પટેલ (જીવનભારતી સ્કૂલ), સેજલબેન પટેલ (જીવનભારતી સ્કૂલ), તુષારભાઈ વરિયા (એકસપરીમેન્ટલ), વિભૂતીબેન દેસાઈ (એકસપરીમેન્ટલ), અતુલભાઈ તમાકુવાલા (એમ.ટી.જરીવાલા), કમલેશભાઈ પટેલ (શ્રેયસ), ભરત મકવાણા (નવનિર્માણ), જયંતીભાઈ પટેલ        
 ( આર.ડી.કોન્ટ્રાક્ટર), ખેતમલભાઈ ચૌધરી (આઈ.જી.દેસાઈ), દિલીપભાઈ પરમાર  (એકસપરીમેન્ટલ), હીનાબેન પટેલ (શારદાયતન), નટવરભાઈ પટેલ (શારદાયતન) અને મયુરીબેન પટેલ (કડીવાલા સ્કૂલ)


અમારી R.P. ની ટીમમાંથી  તુષારભાઈ વરિયા (એકસપરીમેન્ટલ)એ શિક્ષકોને પેપરમાંથી વિવિધ જાતની ટોપી બનાવવાનું શીખવ્યું હતું. જે બધાને ગમ્યું હતું. એનો વિડીઓ અહીં મુકું છું. એ જોઇને તમે પણ ટોપી બનાવવાનું શીખી શકશો. અને તમે જો શિક્ષક હોવ તો તમારા વિદ્યાર્થીઓને જરૂર શીખવજો...


0 comments:

Post a Comment