દીકરી થઇ ભમવું પડે છે..
નદી
જેવી નદીને દીકરી થઇ ભમવું પડે છે..
બાપ પર્વત છે એટલે એને નમવું પડે છે..
પ્રસંગો અનેક આવે હસવા ખેલવા કાજે તો,
વ્યસક પિતાનેં હસતા રહીને રડવું પડે છે..
સ્વચ્છ આકાશ અનેક તારલીયાથી
ટમેટમે
ત્યારે કેમ એક સિતારાને આથમવું પડે છે
વાનપ્રસ્થ પિતાને તો કદી માં યાદ આવે
દિકરી થૈ દાદી જેમ પિતાને મળવું પડે છે
ઉગી નીકળે અંસખ્ય ફૂલો પરિવારની ડાળે
દિકરી નામનાં પુષ્પને બપોરે ખરવું પડે છે
જિંદગીભરનો ખાલિપો દીકરીનાં નામે બોલે
ને કઠણ કાળજાના ભડને ડુસકું ભરવું પડે છે
જગમાં બધા ’માં’નાં ગુણગાન ગાતા રહે ને
માં થવાં માટે દીકરી બની જનમવું પડે
છે....
-- ખોડલ
પુમ્ભાડીયા
0 comments:
Post a Comment