એમાં ખોટું શું છે?
એક કુંપળ જો ફૂલ બને તો બોલો એમાં ખોટું શું છે?,
પીળું ઝરઝર પાન ખરે તો બોલો એમાં ખોટું શું છે?
મંદિરમાં ઈશ્વરની સામે શ્રદ્ધાથી બે હાથને જોડી,
પ્રિયતમાનું ધ્યાન ધરે તો બોલો એમાં ખોટું શું
છે?
ભારે હૈયે સૌને છોડી જીદમાં જે ચાલી નીકળ્યો છે,
ઝાંપેથી જો પાછો ફરે તો બોલો એમાં ખોટું શું છે?
શૈશવમાં સાથે ઉછરેલાં બે જણ ફરી મળ્યા છે,
ખુબ હસી એ રડી પડે તો બોલો એમાં ખોટું શું છે?
- હિતેન આંનદપરા
0 comments:
Post a Comment