બારી ઉઘાડ દોસ્ત.
અજવાશ
ઘરમાં આવશે, બારી ઉઘાડ દોસ્ત,
અંધાર ઓગળી જશે, બારી
ઉઘાડ દોસ્ત.
આપી જશે હવા તને ખુદની વિશાળતા,
ફૂલોની મ્હેંક આપશે, બારી
ઉઘાડ દોસ્ત.
તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને,
બસ શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત.
વરસાદ,વાદળા,હવા,સૂરજ ને પર્વતો,
બોલાવતા તને કશે, બારી ઉઘાડ દોસ્ત.
કેડીથી ધોરી માર્ગની તું થઇ જશે સડક,
માણસનો રાહબર થશે, બારી ઉઘાડ દોસ્ત.
- ગૌરાંગ ઠાકર
0 comments:
Post a Comment