મળશે
અંદર
હશે જે સૃષ્ટિ એ જ આસપાસ મળશે
દૃષ્ટિમાં હો ન દીવો, ક્યાંથી
ઉજાસ મળશે?
લિસ્સો હશે જો રસ્તો, મોહક
પ્રવાસ મળશે
છોડી શકો જો ડામર, તો
લીલું ઘાસ મળશે
ખુદ ચન્દ્ર છો, જશો
તો અમને અમાસ મળશે
પણ તમને ક્યાંથી એનો, ક્યારેય
ક્યાસ મળશે
ગઝલોમાં હું કુછંદે, આ
જિંદગી અછાન્દસ
મનમાં હતું કે એના ને મારા પ્રાસ મળશે
જીવન ખરીદવું છે? મળશે
બજારભાવે
બે નાખશો નિસાસા તો એક શ્વાસ મળશે
પળની ખુશીને મૂકો જો ક્યાંક અવળે હાથે
બે પળ પછી જડે તો એ પણ ઉદાસ મળશે
હા, રામ, શ્યામ મળશે ભાવકને, હે વિવેચક!
તુજને તો વાલ્મિકી કે બસ વેદ વ્યાસ મળશે.
- રઈશ મનીઆર
0 comments:
Post a Comment