13 January 2013

ખમ્મા મારા નંદજીના લાલ


ખમ્મા મારા નંદજીના લાલ!
ખમ્મા મારા નંદજીના લાલ !


મોરલી ક્યાં રે વગાડી?

હું તો સુતીતી મારા શયન ભવનમાં,
સાંભળ્યો મેં મોરલીનો સાદ,
મોરલી ક્યાં રે વગાડી?ખમ્મા 
ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલી ગઇ હું તો ભન સાન,
મોરલી ક્યાં રે વગાડી?ખમ્મા 


પાણીડાંની મશે જીવણ જોવાને હાલી,

દીઠા મેં નન્દજીના લાલ,
મોરલી ક્યાં રે વગાડી? ! —ખમ્મા 
દોણું લઇને ગૌ દોહવાને બેઠી,
નેતરાં લીધા હાથ, મોરલી ક્યાં રે વગાડી?ખમ્મા 
વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં,
નેતરાં લઇને હાથ, મોરલી ક્યાં રે વગાડીખમ્મા 
 - નરસિંહ મહેતા

0 comments:

Post a Comment