ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી
મારાં સપનાં જાગે,
સપનાં
રે લોલ વ્હાલમનાં.
ઉંબરે
ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ
તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં
ઝોકો લાગશે મને,
કૂદતાં
કાંટો વાગશે મને,
વાગશે
રે બોલ વ્હાલમના.
ઉંબરે
ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને
વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં
પવન અડશે મને,
વીણતાં
ગવન નડશે મને,
નડશે
રે બોલ વ્હાલમના.
ઉંબરે
ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં
સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ખૂબજ સુંદર ગીત, કર્ણપ્રિય અવાજમાં...રચના સાથે રચયિતા, ગાયક કલાકાર તેમજ સ્વરકારનું નામ લખવામાં આવે તો વધુ ઉપયોગી માહિતી મળી રહે તેવું મારું નમ્રપણે માનવું છે. ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ !
ReplyDelete~લાભશંકર ભરાડ, રાજકોટ.
લાભશંકર ભરાડ સાહેબ ઉપયોગી સુચન કરવા બદલ ખૂબ ખૂબ આભાર.. રચનાની નીચે વિગતો લખું જ છું...પણ અમુક ગીતમાં બાકી રહી ગયું છે... એમાં પણ વહેલી તકે જરૂરી વિગતો લખી દઈશ...ધન્યવાદ...
ReplyDelete