ગગનવાસી
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!
સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!
જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી
દેશું,
અમારી જેમ અમને એકપળ તું કરગરી તો જો!
અમારી જેમ અમને એકપળ તું કરગરી તો જો!
નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
રચના - નાઝીર દેખૈયા
સ્વર - મનહર ઉધાસ
0 comments:
Post a Comment