7:45 PM
આવીએ
ચાલ
આકાશમાં ઊડીને આવીએ,
એક તારાને તો ચૂમીને આવીએ.
જૂની
છે એ ખબર, ચાંદમાં દાગ છે,
દોસ્ત! એ પૂર્વગ્રહ મૂકીને આવીએ.
કેમ
નડતર થયું ચાંદને મારગે,
એ ગ્રહણને જરા પૂછીને આવીએ.
ભોંય
ભેગાં થયા આપણાં સ્વપ્ન સૌ,
લાગણીના બળે ઊઠીને આવીએ.
રોજની
આ તડપ, ને વ્યથાની કથા,
થાય છે, આ
બધું ભૂલીને આવીએ.
-સુનીલ શાહ
0 comments:
Post a Comment