16 August 2012

વંદન કરશે,


વંદન કરશે

હપ્તાખોરો અને જીહુજુરીયાઓ વંદન કરશે
ગ્લેમરસ ગોગલ્સમાં ખાદીધારી વંદન કરશે,

ખમીર વેંચી રહ્યો છે મા ભોમનો આ કપૂત
સ્વીસ બેંકમાં નાણાં મુકનારોય વંદન કરશે,

ભાન ભૂલ્યો છે જે ખૂરશીની ખેંચતાણમાં
ખૂરશીનો એ ખુંદનારો પણ વંદન કરશે,

કરીને બેઠો ચીર હરણ જે ભારત માતાનું
દેશનો દરેક એ દુસાશન પણ વંદન કરશે,

નાત-જાતના વાળા ભૂલી ભરમાવતો સૌને
ખોટો હિન્દુ અને મુસલમાન વંદન કરશે,

કડવા વેણ સચ્ચાઇના બોલીને આ "અશોક"
બસ, સરહદના શહંશાહોને જ વંદન કરશે

             -અશોકસિંહ વાળા

0 comments:

Post a Comment