27 January 2013
મારા ભોળા દિલનો
7:31 PM
No comments
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર
કરીને, બિમાર કરીને
મેં વિનવ્યું વારંવાર કે
દિલ સાફ કરી લ્યો
એક બોલ પર એના મેં મારી
જીન્દગી વારી
છો ને થઈ તકરાર હજુ પ્યાર
બાકી છે
મારા ભોળા દિલનો હાયે રે
શિકાર કરીને
- રમેશ ગુપ્તા
માળામાં ફરક્યું વેરાન
7:26 PM
No comments
માળામાં ફરક્યું વેરાન
દાદાના આંગણામાં કોળેલા, આંબાનું
કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ, પછી માળામાં ફરક્યું વેરાન.
પરદેશી પંખીના ઊડ્યા મુકામ, પછી માળામાં ફરક્યું વેરાન.
ખોળો વાળીને હજી રમતાં’તાં
કાલ અહીં, સૈયરના
દાવ ન’તા
ઊતર્યાં,
સૈયરનાં પકડીને હાથ ફર્યા ફેરફેર, ફેર હજી એય ન’તા ઊતર્યાં;
સૈયરનાં પકડીને હાથ ફર્યા ફેરફેર, ફેર હજી એય ન’તા ઊતર્યાં;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું, જોબનનું થનગનતું ગાન,
દાદાના આંગણામાં કોળેલા, આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.
આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,પોઢેલાં
હાલરડાં જાગ્યાં,
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને, ભૂલી જવાના વેણ માંગ્યાં;
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને, ભૂલી જવાના વેણ માંગ્યાં;
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું, ચોરી ગયું રે કોઈ ભાન,
દાદાનાં આંગણામાં કોળેલા, આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.
- માધવ
રામાનુજ
મહેંદી તે વાવી માળવે
7:21 PM
No comments
મહેંદી તે વાવી માળવે
તન છે રૂપનું હાલરડું
ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો
છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની
ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર
મહેંદી તે વાવી માળવે ને
મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ
ગયો ગુજરાત રે
મહેંદી
રંગ લાગ્યો રે
નાનો દિયરીયો લાડકો ને,
નાનો દિયરીયો લાડકો ને,
કાંઇ
લાવ્યો મહેંદીનો છોડ રે …
મહેંદી
રંગ લાગ્યો રે…
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી
રંગો તમારા હાથ રે …
મહેંદી
રંગ લાગ્યો રે …
હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો
તોળી-તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન
છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે
લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી
હાથ રંગીને વીરા શું રે કરું?
હાથ રંગીને વીરા શું રે કરું?
એનો
જોનારો પરદેશ રે …
મહેંદી
રંગ લાગ્યો રે …
મહેંદી તે વાવી માળવે ને
મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ
ગયો ગુજરાત રે
મહેંદી
રંગ લાગ્યો રે
- અવિનાશ વ્યાસ
- અવિનાશ વ્યાસ
હું નથી પૂછતો ઓ સમય કે હજી
4:46 PM
No comments
હું નથી પૂછતો ઓ સમય કે હજી
હું નથી પૂછતો ઓ
સમય કે હજી, તું ગુજારીશ દિલ પર સિતમ કેટલાં?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલાં?
ઓ ખુદા આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલાં?
ઓ ખુદા આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી
દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલાં?
દર્દની લાગણીના ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
દર્દની લાગણીના ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત
થઇને ફરકતાં હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલાં?
પ્રેમ ઇર્ષાથી પર ક્યાંય હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે,
પ્રેમ ઇર્ષાથી પર ક્યાંય હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ
સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલાં?
સ્વાર્થની આ તો છે ભક્તિલીલા બધી, આત્મપૂજા વિના શૂન્ય આરો નથી,
સ્વાર્થની આ તો છે ભક્તિલીલા બધી, આત્મપૂજા વિના શૂન્ય આરો નથી,
એક
ઇશ્વરને માટે મમત કેટલી, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલાં?
રચના - ’શુન્ય’ પાલનપુરી
સ્વર - મનહર ઉધાસ
રચના - ’શુન્ય’ પાલનપુરી
સ્વર - મનહર ઉધાસ
હુતુતુતુ - અવિનાશ વ્યાસ
4:43 PM
No comments
હુતુતુતુ
હુતુતુતુ
હુતુતુતુ હુતુતુતુ
જામી
રમતની ઋતુ
આપો આપો
એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું
આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ
તેજ ને તિમિર
રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને
સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની
ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને
સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
એક મેકને મથે
પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી
પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી
ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ
જાગતું કે હોય સૂતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
મનડાની પાછળ મન
દોડે તનડું તન ને ઢૂંઢે
ધનની
પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે
જાત જાત
ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે
મળે લાગ અને ક્યારે લૂંટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
ભેરુનો દેખાવ
કરીને ખેલ ખેલતાં ઊંચે શ્વાસે
પર ને
કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ
નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં
ખિલોના રમે સાચું અને જૂઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
રચના - અવિનાશ વ્યાસ
સ્વર – આશિત દેસાઇ
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
4:40 PM
No comments
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
જનનીના હૈયામાં
પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ
કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ
બહેનીના કંઠે
નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ
કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ
દુનિયાના વીરોનાં
લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે
સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ
ભક્તોના તંબૂરથી
ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી
દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ
નવલી દુનિયા કેરાં
સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને
ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ
પીડિતની આંસુડા
ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના
ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ
ધરતીનાં ભૂખ્યાં
કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ
બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ
ઘોળી ઘોળી પ્યાલા
ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
દોરંગા
દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ
રાજ મને લાગ્યો
કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ
- ઝવેરચંદ મેઘાણી
દીકરો મારો લાડકવાયો
4:07 PM
No comments
દીકરો મારો લાડકવાયો
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા
ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રચના – કૈલાસ પંડિત
સ્વર – મનહર ઊધાસ
દીકરી મારી લાડકવાયી
4:01 PM
No comments
દીકરી મારી લાડકવાયી
દીકરી મારી
લાડકવાયી લક્ષ્મીનો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી તારા વહાલનો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતાનું ધન્ય થયી જાય
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર
દીકરી મારી લાડકવાયી......
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર
દીકરી મારી લાડકવાયી......
કાલી ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઇને ગુંજે
પા પા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતાનો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી તારા વહાલનો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતાનું ધન્ય થયી જાય
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર
દીકરી મારી લાડકવાયી......
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર
દીકરી મારી લાડકવાયી......
કાલી ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઇને ગુંજે
પા પા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતાનો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી
હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાંની
રેશમી રજાઈ તને હું ઓઢાડું
પાવન પગલે
તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી
લાડકવાયી.........
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
- રચના : મુકેશ માલવણકર
- સ્વર : મનહર ઉધાસ
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
- રચના : મુકેશ માલવણકર
- સ્વર : મનહર ઉધાસ
દિવસો જુદાઈના જાય છે
3:55 PM
No comments
દિવસો જુદાઈના જાય છે
દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન
સુધી, નહીં ઉન્નતિ, ન પતન
સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં,
ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ,
અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’,
તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
- ગની દહીંવાલા
દીકરી તો પારકી થાપણ કહેવાય – અવિનાશ વ્યાસ
3:51 PM
No comments
દીકરીતો પારકી થાપણ
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
– રચના : અવિનાશ વ્યાસ
- સ્વર : લતા મંગેશકર
- સ્વર : લતા મંગેશકર
દાદા હો દીકરી - લોકગીત
3:47 PM
No comments
દાદા હો દીકરી
દાદા હો દીકરી,
દાદા
હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે રે પરોઢીએ પાણી મોકલે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દિ કૂવા કાંઠડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કહેજો દાદાને રે , કહેજો દાદાને રે , મારી માડીને નવ કહેજો રે સૈ
મારી માડી બિચારી આંશુ સારશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, તળાવે નવ પડજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે રે પરોઢીએ પાણી મોકલે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દિ કૂવા કાંઠડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કહેજો દાદાને રે , કહેજો દાદાને રે , મારી માડીને નવ કહેજો રે સૈ
મારી માડી બિચારી આંશુ સારશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, તળાવે નવ પડજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
બસ એટલી સમજ - મરીઝ
3:15 PM
No comments
બસ એટલી સમજ
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.
તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.
આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
- મરીઝ
હાલો પથ્થારી ફેરવીએ દેશની - કૃષ્ણ દવે
12:23 PM
No comments
ચૂંટણી ના ચાબખા
હાલો પથ્થારી ફેરવીએ દેશની
તમને જરૂર છે ટેકાની ભાઈ મારા,
અમને જરૂર છે કેશની
હાલો પથ્થારી ફેરવીએ
દેશની .
છ મહિના હાલે તો
ગંગાજી નાહ્યા, આ વર્ષોની વાર્તાયું મેલો .
સાત પેઢી નિરાતે
બેસીને ખાય બસ એટલો જ ભરવો છે થેલો .
દોવા દે ત્યાં લગી જ
આરતીયું ઉતરે છે કાળી ડીબાંગ આ ભેસની .
હાલો પથ્થારી ફેરવીએ
દેશની
ફાઈલોના પારેવા ઘુ ઘુ
કરે છે હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો અમને
ક્યાં વાંધો છે ,આપણાં પચાસ ટકા રાખો .
ચૂલે બળેલ કંઈક
ડોશીયું નામ ઉપર આપી દયો એજન્સી ગેસની .
હાલો પથ્થારી ફેરવીએ
દેશની
દેકારા,પડકારા , હોબાળા ,રોજ રોજ વાગે છે નીતનવા ઢોલ
જેને જે સોંપાયો એવો
ને એવો અહી અદ્દલ ભજવે છે સૌ રોલ
નાટકની કંપનીયું ઈર્ષા
કરે છે હવે આપણે ત્યાં ભજવતા વેશની .
હાલો પથ્થારી ફેરવીએ
દેશની
- કૃષ્ણ દવે