14 October 2012

આ ‘જીવતું શહેર’ જિવાડી શકે નહીં


આ જીવતું શહેર’ જિવાડી શકે નહીં

જીવતું શહેરજિવાડી શકે નહીં;
જિજીવિષાને ઘૂંટ પીવાડી શકે નહીં.

ખામોશી ઓઢી સૂતું ઠંડુંગાર માર્ગમાં;
એને કશો જ દાહ દઝાડી શકે નહીં.

જાહેરમાં સરાહતું, ખૂણે વખોડતું;
ચહેરેથી મુખવટા એ ઉખેડી શકે નહીં.

છે છીછરી તરસ, ક્ષુધાસ્વપ્નોછે સાંકડા;
ખુદને સમષ્ટિમાં એ જગાડી શકે નહીં.

વાળી લે લાગણીની નદી દૂર દૂરથી;
મિલાવો હાથ, હૈયે લગાડી શકે નહીં.

માણસનું ખોળિયું ઠઠાડી નીકળે ભલે,
માણસપણાનો શબ્દ ઉપાડી શકે નહીં.

- કિસન સોસા

0 comments:

Post a Comment