28 October 2012

એક તુ હી ભરોસા


એક તુ હી ભરોસા 


લબપે આતી હૈ દુઆ બનકે તમન્ના મેરી....


લબપે આતી હૈ દુઆ બનકે તમન્ના મેરી....


ઈશ્વર અલ્હા તેરે જહાં મેં નફરત કયું હૈ...


ઈશ્વર અલ્હા તેરે જહાં મેં નફરત કયું હૈ...


इस जमीं का और कोई आसमां होगा.


मेरे पांव के तले की ये ज़मीं चल रही हे.... 

कही धुप ठंडी ठंडी, कही छाँव जल रही हे... 

इस जमीं का और कोई आसमां होगा....!!! 


14 October 2012

કોઇ પાસેથી ગયાનું યાદ છે


કોઇ પાસેથી ગયાનું યાદ છે


કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે


અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે


તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે


આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે


નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે


ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે

                              - અહમદ ગુલ           

કોક વાર રોયા હશે ઘનશ્યામ, - કિસન સોસા



કોક વાર રોયા હશે   ઘનશ્યામ

રાધાની છાતી પર ઝૂકીને, કોક વાર રોયા હશે   ઘનશ્યામ,
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે, પછી શ્યામલી જમનાનું નામ.


રાધાના સ્કંધ પર ઢાળીને શીશ, ક્હાન ટહુક્યા   હશે એવું વેણ,
ઓઢણીને દાંતમાં દાબીને, રાધાએ ઢાળી દીધા હશે નેણ.


સૌરભના મધપૂડા બંધાયા હશે, પછી વૃંદાવને   ફૂલ ફૂલમાં,
કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં.


રાધાને કાંઠડે બેસીને, ક્હાનજી એ પીધાં હશે   મીઠા વાધૂ,
લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ.


ક્હાનજીની છાતીએ ઘોળાયું હશે, પછી રાધાનું   કેસરિયું નામ
રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ.

- કિસન સોસા




આ ‘જીવતું શહેર’ જિવાડી શકે નહીં


આ જીવતું શહેર’ જિવાડી શકે નહીં

જીવતું શહેરજિવાડી શકે નહીં;
જિજીવિષાને ઘૂંટ પીવાડી શકે નહીં.

ખામોશી ઓઢી સૂતું ઠંડુંગાર માર્ગમાં;
એને કશો જ દાહ દઝાડી શકે નહીં.

જાહેરમાં સરાહતું, ખૂણે વખોડતું;
ચહેરેથી મુખવટા એ ઉખેડી શકે નહીં.

છે છીછરી તરસ, ક્ષુધાસ્વપ્નોછે સાંકડા;
ખુદને સમષ્ટિમાં એ જગાડી શકે નહીં.

વાળી લે લાગણીની નદી દૂર દૂરથી;
મિલાવો હાથ, હૈયે લગાડી શકે નહીં.

માણસનું ખોળિયું ઠઠાડી નીકળે ભલે,
માણસપણાનો શબ્દ ઉપાડી શકે નહીં.

- કિસન સોસા

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો


એવા વળાંક પર હવે ઊભો છે કાફલો


એવા વળાંક પર હવે ઊભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ


અહીંથી હું શ્વેત શ્વેત કૈં સ્વપ્ને લચી શકું
અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું


અહીંથી હું ભવ તરી શકું- અહીંથી ડૂબી શકું
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ


અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.
અહીંથી ઊંમગ ઊડતાં અવસરમાં જઈ વસું


ેકે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું
અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું


અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

                                                   – કિસન સોસા

13 October 2012

મારી પાસે પુરતું છે...


11 October 2012

પિતાની ભેટ ભાગ - ૨




10 October 2012

ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલ જાયેગા


ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલ જાયેગા 


09 October 2012

કોણ હલાવે લીંબડી


કોણ હલાવે લીંબડી 

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભાઇલો ઝુલાવે ડાળખી
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે.
કોણ હલાવે
એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો.
કોણ હલાવે
આજ હીંચોડુ બેનડી તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે.
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે
બેનડી જુલે, ભાઇલો ઝુલાવે ડાળખી.

આંખોથી લઈશું કામ હવે બોલવું નથી

        

     આંખોથી લઈશું કામ
          આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
          રૂપાળું છે એક  નામ હવે બોલવું નથી
          આંખોથી લઈશું કામ
 
          યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
          કેવું  મળ્યું  ઇનામ  હવે બોલવું નથી
          આંખોથી લઈશું કામ
          આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
 
          પૂછો ના પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
          ચૂકવી દીધાં છે  દામ હવે બોલવું નથી
          આંખોથી લઈશું કામ
          આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
 
          લ્યો સામે પક્ષે સૈફનજર નીચી થઈ ગઈ
          શબ્દો   હવે   હરામ   હવે  બોલવું  નથી
          આંખોથી લઈશું કામ
          આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
 
          આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
          રૂપાળું છે એક  નામ હવે બોલવું નથી
          આંખોથી લઈશું કામ

રચના - સૈફ’ પાલનપુરી
 સ્વર - ભાસ્કર શુક્લ


એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું…

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું
સોણલાંની વાડી ઝાકમઝોળ,
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;
મઘમઘ સુવાસે તરબોળસગપણ સાંભર્યું!
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ક્યાં રે કિનારો ક્યાં રે નાંગર્યા
નજરુંના પડછાયા આમ!
ઊગી ઊગીને અચરજ આથમે
પછી એમ પથરાતું નામસગપણ સાંભર્યું!
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ઝાકળ સરીખું ઝલમલ બારણું,
પગલે પાંપણનું ફૂલ,
એક રે હોંકારે ઉઘડે આગળા,
ઓળઘોળ આયખાનું મૂલસગપણ સાંભર્યું!
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!
- માધવ રામાનુજ

લ્યો અમે તો આ ચાલ્યા







લ્યો અમે તો આ ચાલ્યા
શબ્દ કેરી પ્યાલીમા સુરની સુરા પીને
મસ્ત બેખયાલી મા લાગણી આલાપીને
લ્યો અમે તો આ ચાલ્યા
જે ગમ્યુ તે ગાયુ છે જે પીધુ તે પાયુ છે
મહેકતી હવાઓમા કૈન્ક તો સમાયુ છે
ચાન્દની ને હળવેથી નામ એક આપીને
લ્યો અમે તો આ ચાલ્યા
જે કૈ જીવાયુ ને જીવવા જે ધાર્યુ તુ
સાચવી ને રાખ્યુ તુ અશ્રુ એક સાર્યુ તુ
ડાયરી ના પાનાની એ સફરને કાપીને
લ્યો અમે તો આ ચાલ્યા
ફૂલ ઉપર ઝાકળનુ બે ઘડી ઝળક્વાનુ
યાદ તોયે રહી જાતુ બેઉ ને આ મળવાનુ
અન્તરના અન્તરને એમ સહેજ માપી ને
લ્યો અમે તો આ ચાલ્યા

- તુષાર શુક્લ

07 October 2012

સુના સરવરિયાને કાંઠડે.


સુના સરવરિયાને કાંઠડે.


02 October 2012

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે


એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે


ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.


મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.


ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
                                                                                          - કૃષ્ણ દવે

साबरमती के संत

साबरमती के संत
दे दी हमें आज़ादी बिना खड्‌ग बिना ढाल
साबरमती के संत तूने कर दिया कमाल
आंधी में भी जलती रही गांधी तेरी मशाल
साबरमती के संत तूने कर दिया कमाल
धरती पे लड़ी तूने अजब ढब की लड़ाई
दागी न कहीं तोप न बंदूक चलाई
दुश्मन के किले पर भी न की तूने चढ़ाई
वाह रे फकीर खूब करामात दिखाई
चुटकी में दुश्मनों को दिया देश से निकाल
साबरमती के संत तूने कर दिया कमाल
शतरंज बिछा कर यहां बैठा था ज़माना
लगता था कि मुश्किल है फिरंगी को हराना
टक्कर थी बड़े ज़ोर की दुश्मन भी था दाना
पर तू भी था बापू बड़ा उस्ताद पुराना
मारा वो कस के दांव कि उल्टी सभी की चाल
साबरमती के संत तूने कर दिया कमाल
जब जब तेरा बिगुल बजा जवान चल पड़े
मजदूर चल पड़े थे और किसान चल पड़े
हिन्दू व मुसलमान सिख पठान चल पड़े
कदमों पे तेरे कोटि कोटि प्राण चल पड़े
फूलों की सेज छोड़ के दौड़े जवाहरलाल
साबरमती के संत तूने कर दिया कमाल
मन में थी अहिंसा की लगन तन पे लंगोटी
लाखों में घूमता था लिये सत्य की सोंटी
वैसे तो देखने में थी हस्ती तेरी छोटी
लेकिन तुझे झुकती थी हिमालय की भी चोटी
दुनियां में तू बेजोड़ था इंसान बेमिसाल
साबरमती के संत तूने कर दिया कमाल
जग में कोई जिया है तो बापू तू ही जिया
तूने वतन की राह में सबकुछ लुटा दिया
मांगा न कोई तख्त न तो ताज ही लिया
अमृत दिया सभी को मगर खुद ज़हर पिया
जिस दिन तेरी चिता जली रोया था महाकाल
साबरमती के संत तूने कर दिया कमाल
ડાઉનલોડ ઓડિયો ફાઈલ

01 October 2012

ગાંધીજી વિશે થોડીક નિખાલસ વાતો – ગુણવંત શાહ


ગાંધીજી વિશે થોડીક નિખાલસ વાતો ગુણવંત શાહ
આજની પરિસ્થિતિમાં ગાંધીજી લગભગ અપ્રસ્તુતબની જાય તેવી પ્રદૂષિત આબોહવા સમાજમાં જામી છે. ત્યારે કરીશું શું ? યુવાનોને કહેવું પડશે કે આજની ભ્રષ્ટ આબોહવામાં તો ગાંધીજી ખૂબ જ પ્રસ્તુત છે. તેઓ એમના સમયમાં જામી પડેલી ગુલામીની, ગરીબીની, શોષણની અને અભણતાની આબોહવામાં શું ઓછા પ્રસ્તુત હતા ? ગાંધીજીને અનુસરવા માટે સર્વસ્વના ત્યાગની કે બલિદાનની ઝાઝી જરૂર નથી. સાચું બોલવાનો ઢીલોપોચો આરંભ પણ માંહ્યલાને રાજી કરનારો ગણાય. જે યુવાન ન્યાયને પક્ષે ઊભો રહે અને પ્રામાણિકતા જાળવીને જીવવાનો નિશ્ચય કરે તે કંઈ બાવો બની જતો નથી. પ્રામાણિકતા જાળવીને જીવનારો ડૉક્ટર, વકીલ, વેપારી, શિક્ષક કે ખેડૂત બાવો બની જતો નથી. એક વાર સચ્ચાઈનો સ્વાદ ચાખવા મળે પછી જીવનના બીજા બધા સ્વાદ ફિક્કા પડી જાય એમ બને. એક વાર કોઈને માટે કશુંક ગુમાવવાના સ્વાદનો અનુભવ થાય પછી રીઢો સ્વાર્થ આપોઆપ ઢીલો પડી જાય છે. એક વાર પ્રામાણિકતા જાળવીને રળેલા રોટલાના સ્વાદનો પરચો મળે પછી હરામનાં ગુલાબજાંબુ કડવાં લાગે છે. માણસને કશુંક પ્રાપ્ત કરવાના સ્વાદનો પરિચય વારંવાર થતો હોય છે, પરંતુ કોઈને માટે ઘસાઈ છૂટવામાં મળતો સ્વાદ અપરિચિત રહી જાય છે. આવો સ્વાદ મળે તેમાં જ આપણો ખરો સ્વાર્થરહેલો છે. ગાંધીજીને યથાશક્તિ અને યથામતિ અનુસરવામાં આપણે અશાંતિ અને તાણ સિવાય બીજું કશું ગુમાવવાનું નથી. સૂર્યમાળામાં જે સ્થાન સૂર્યનું છે, તેવું જ સ્થાન માણસના જીવનમાં સત્યનું છે. આપણે સત્યવાદી હરિશ્ચંદ્ર ભલે ન થઈએ, પરંતુ એની દિશામાં ડગલાં માંડીએ તો લાભ જ લાભ છે. લાભ સાથે કેવળ દ્રવ્ય જોડાઈ જાય એ તો અધૂરા જીવનની નિશાની છે. જીવનમાં પદાર્થતાને સમાંતરે અપદાર્થતાનું પણ મહત્વ છે. યુવાનોને એક ખાસ વાત કહેવી છે. બધા ધર્મોનું મૂળ સત્યમાં સમાયેલું છે. સત્યની ઉપાસના જ્ઞાની, ભક્ત અને યોગી ઉપરાંત નાસ્તિક મનુષ્ય પણ કરી શકે છે. જૂઠું બોલવાનું, ખોટું કરવાનું અને જૂઠના ટેકામાં ઊભા રહેવાનું થોડેક અંશે ટળે તે ક્ષણથી ગાંધીજી આપણા જીવનમાં પ્રવેશે છે. ગાંધીજીની એક ખૂબી જાણી રાખવા જેવી છે. એક વાર જીવનમાં પ્રવેશ્યા પછી તેઓ આપણને સહેલાઈથી છોડી મૂકે એ શક્ય નથી. તેમનો જાદુ એવો કે આપણને એમનાથી છૂટવાનું મન પણ નહીં થાય. (સાભાર - રીડ ગુજરાતી.કોમ)
વધુ વાંચવા અહીં ક્લિક કરો.