કોયલ ઉડી રે ગઈ
કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં
સુના
સરવર ને સૂનુ આમ્બલિયું
એના
પાંદડે પાંદડા રડી રે રહ્યાં
આયખું વેઠીને પાન પીળું રે થયું
આયખું વેઠીને પાન પીળું રે થયું
માડીની
આંખોમાં આન્સુ ના રહ્યું
વનનુ પિયરીયું
સૂનુ રે પડ્યું
એના
ટહુકા હવે ના જડી રે રહ્યાં
સહિયરની આંખોમા વેદનાની વાણી
સહિયરની આંખોમા વેદનાની વાણી
સહિયરની
આંખલડી કહેતી રે કહાણી
એક આંખે
ફાગણ ને એક આંખે શ્રાવણ
જો ને
વિજોગ ના વાદળા ચડી રે રહ્યાં
વાદલડી ને કેજો કે સૂરજને ઢાંકે
વાદલડી ને કેજો કે સૂરજને ઢાંકે
ઝાંછો રે
તાપ મારી દીકરી ના સાંખે
હળવેથી
વેલડુ હાંકજોરે ભાઈ
એને
વાટ્યુ ના કાંકરા નડી રે રહ્યાં
- અવિનાશ વ્યાસ
- અવિનાશ વ્યાસ
સ્વર : મિતાલી
મુખર્જી
સંગીત : અવિનાશ વ્યાસ
સંગીત : અવિનાશ વ્યાસ
0 comments:
Post a Comment