પૂછીને થાય નહીં પ્રેમ.
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં
પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં
ઘટનાનો ભેદ નથી, એકનો
પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી
લેવાનો, ભલે
હોઠોથી બોલે કે, ખીજું
?
ચાહે તે નામ તેને દઈ
દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં
પ્રેમ.
ડગલે ને પગલે જો
પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો
મળશે મુકામ, એનું
સરનામું- સામી અગાશી.
મનગમતો મોગરો મળશે,
વટાવશો વાંધાની વાડ
જેમ જેમ;
એમ પૂછીને થાય નહીં
પ્રેમ.
- તુષાર શુક્લ
સંગીત: શ્યામલ –
સૌમિલ
સ્વર: શ્યામલ મુનશી
0 comments:
Post a Comment