પ્રેમને રંગ શું ને રૂપ શું?
ઉરે
ઉભરાતાં પ્રેમનાં તરંગો ને સ્નેહનાં ઉમંગો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
ઉરે વાગી જો પ્રેમની કટારી,
કંટક જેમ ભારી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
હૈયું
રમતું આકાશના તારે, ચાંદલિયા ધારે,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
હું તો શોધું શોધું ને ના મળતું, ભીતરમાં જ જડતું,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
રંગે
કાળો કોકિલ કંઠે મીઠો, ગમે ન છોને દીઠો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
પ્રીત ડાળે પ્રેમાળ સહુ પંખી,
બજવતા બંસી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
- રમણભાઇ
પટેલ
0 comments:
Post a Comment