10:45 AM
પ્રાર્થનામાં
એકસાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?
આપ બહુ બહુ તો
કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો.
અંધ આંખો, પાંગળું મન ને
લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો.
કોણ ફૂલો મૂકવા
આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો.
જો, ફરી સંધ્યા સમય
આવી ગયો છે ‘પ્રેમ’નો,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો ?
જિગર જોષી ‘પ્રેમ’
0 comments:
Post a Comment