09 September 2012

તુલસીની માળામાં શ્યામ છે


તુલસીની માળામાં શ્યામ છે

નહિ રે આવુંનહિ રે આવું ઘેર કામ છે, 
તુલસીની માળામાં શ્યામ છે

ગામનાં વલોણાં મારે મહીનાં વલોણાં, 
મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે;
તુલસીની માળામાં શ્યામ છે;

આણી તીરે ગંગા પેલી તીરે જમુના, 
વચમાં ગોકુળિયું ગામ છે
તુલસીની માળામાં શ્યામ છે.

વૃંદા તે વનને મારગ જાતાં, 
રાધા ગોરી ને કાન શ્યામ છે
તુલસીની માળામાં શ્યામ છે.

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, 
સહસ્ત્ર ગોપી ને એક કહાન છે;
વૃંદા તે વનને મારગ જાતાં, 

દાણ આપ્યાની ઘણી હામ છે

વૃંદા તે વનની કુંજ ગલીમાં, 
ઘેર ઘેર ગોપીઓનાં ઠામ છે;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, 
ચરણકમળ સુખધામ છે

3 comments:

  1. how i can this audio file ... provide download link plz

    ReplyDelete
  2. સોરી...અહીં ડાઉનલોડ લીંક ના મૂકી શકાય...છતાં તમને આ રચના ગમતી જ હોય તો તમારું એ-મેઈલ આઈ.ડી. મોકલજો..હું આ ગીત તમને મોકલીશ....આભાર...

    ReplyDelete
  3. jigs_ptc@yahoo.co.in
    Thanks for reply,,Thank you so much in advance for song.

    ReplyDelete