અમને નહીં ફાવે
સમય સાથે સતત આગળ જવું અમને
નહીં ફાવે,
અમે બિનધાસ્ત છીએ, દોડવું અમને નહીં ફાવે.
હજીયે ભીતરે ભીનાશ મારામાં
યથાવત્ છે,
ન ઊગે, બીજ એવું રોપવું અમને નહીં
ફાવે.
હશે મસ્તી ભરી જો રાત તો ઝૂમી લઇશું દોસ્ત,
લઇને જામ ખાલી નાચવું અમને નહીં ફાવે.
ભલે થોડી ક્ષણો ઝાકળની માફક બાથમાં લે કોઈ,
મિલનની પળ વિનાનું જીવવું અમને નહીં ફાવે.
અમે રાતોની રાતો પડખાં ઘસ્યાં છે, તમારા
સમ..!
હવે એ કલ્પનામાં રાચવું અમને નહીં ફાવે.
તમે આ કાફલામાંથી અલગ થઈ જાવ તો કહી દઉં,
સતત ટોળું હશે ત્યાં બોલવું અમને નહીં ફાવે.
- સુનીલ શાહ
0 comments:
Post a Comment