25 December 2012

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના


ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
ગામને પાદર ઘૂઘરા વાગે,

ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,

કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,

વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

દેખતા દીકરાનો જવાબ


દેખતા દીકરાનો જવાબ
ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.
પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,

આવ્યો તે દિથી આ હોટલને ગણી, માડી વિનાના મા
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિમિલો બધી હોય બંધ,

એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,

રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કેજે, ઊડે આંહી મકાઈનો લોટ,

બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,

શેરના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,

તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

ઈંદુલાલ ગાંધી

ઘડતરમાં ભેદ કેમ....?


ઘડતરમાં ભેદ કેમ....?

આંખ બેઉની એક છે, છે નજર નોખી કેમ 
હું પૂછું છું એમ ઘડતરમાં ભેદ કેમ....?

આજ રે સપનામાં


આજ રે સપનામાં 
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિઉં રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મે તો ઘમ્મર-વલોણું દીઠું જો,
દહીંદૂધના વાટકા રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મેં તો લવિંગ-લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે સાહેલી મારા સપનામાં રે.
આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોરમ રે સાહેલી મારા સપનામાં રે.
ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ન્હાતાંતાં રે.
ઘમ્મર-વલોણું ઈ તો અમારો જેઠ જો,
દહીંદૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાંતાં રે.
લવિંગ-લાકડી ઈ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાંતાં રે.
જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાંતાં રે.
પારસપીપળો ઈ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાંતાં રે.
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોરમ સાહેલી મારી ચૂંદડીમાં રે.

એ નહીં આવે કદી વરસાદમાં,







એ નહીં આવે કદી વરસાદમાં

એ નહીં આવે કદી વરસાદમાં,
આગ લાગી ગઈ સખી વરસાદમાં

કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં

એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં

દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં

છે તગ્ઝુલ રંગનો વૈભવ અદી’,
શાયરી દુલ્હન બની વરસાદમાં

-‘અદીમિરઝા

લે બોલ હવે તું


લે બોલ હવે તું
દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પુછ્યું : લે બોલ હવે તું. 
પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પુછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પુછ્યું : લે બોલ, હવે તું.

-
રમેશ પારેખ

પ્રેમને રંગ શું ને રૂપ શું? - રમણભાઇ પટેલ





પ્રેમને રંગ શું ને રૂપ શું?

ઉરે ઉભરાતાં પ્રેમનાં તરંગો ને સ્નેહનાં ઉમંગો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?

ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?

હૈયું રમતું આકાશના તારે, ચાંદલિયા ધારે,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?

હું તો શોધું શોધું ને ના મળતું, ભીતરમાં જ જડતું,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?

રંગે કાળો કોકિલ કંઠે મીઠો, ગમે ન છોને દીઠો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?

પ્રીત ડાળે પ્રેમાળ સહુ પંખી, બજવતા બંસી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
- રમણભાઇ પટેલ

પંખીડાને આ પીંજરુ


પંખીડાને આ પીંજરુ


પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
અવિનાશ વ્યાસ  

23 December 2012

પંખીઓએ કલશોર કર્યો




પંખીઓએ કલશોર કર્યો

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો
વનેવન ઘૂમ્યો.
ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો
ઘૂમટો તાણ્યો.
પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી
આવી દિગનારી.
તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે
ફરી દ્વારે દ્વારે.
રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યાં
સમણાં ઢોળ્યાં.
-નિનુ મઝુમદાર

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે




અશ્રુ ચાલ્યા જાય છે

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે
                                  - શયદા

કોઈ જોડે, કોઈ તોડે - ઉમાશંકર જોશી





કોઈ જોડેકોઈ તોડે

કોઈ જોડે, કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે, કોઈ તોડે.
કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે.
કોઈ આંખને અધઅણસારે ઊલટથી સામું દોડે.

કોઈ
કોઈક ગભરુ પ્રણયભીરુ ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે.
કોઈ
કોઈ અભાગી અધરે લાગી હ્રદયકટોરી ફોડે,
કો રસિયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે.
કોઈ
ઉમાશંકર જોશી

કોઈ હમણાં આવશે


કોઈ હમણાં આવશે
કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય
દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય
સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય
દેશવટોઅ પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય
આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય
- જવાહર બક્ષી
સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરષોત્તમ ઉપાધ્યાય

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?






આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળ ભરી રોતું હશે?

જીવનમાં બસ એક જ ઘટના,
ભિતર એક જ નામની રટના

પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે?

નજર લાગે એમ શું કોઈ જોતું હશે?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે

- સુરેશ દલાલ

હ-ળ-ક્ષ-જ્ઞ


શ-ષ-સ

ભ-મ-ય




ઠ-ડ-ઢ


જ-ઝ-ટ


22 December 2012

ઓ-ઔ-અં



18 December 2012

16 December 2012

પ્રેમ એટલે કે – મુકુલ ચોક્સી







પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી
પ્રેમમાં તો
ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

04 November 2012

પન્નીને પહતાય તો કે’ટો ની.

પન્નીને પહતાય તો કેટો ની.
વાહણ જો અથડાય તો કેટો ની.

અમના તો કેટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કેટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કેટો ની.

એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કેટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કેટો ની.

- ડો. રઇશ મનીઆર

પ્રાર્થનામાં એકસાથે કેટલું માંગી શકો ?

પ્રાર્થનામાં એકસાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?


આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો.


અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો.


કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો.


જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે પ્રેમનો,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો ?


જિગર જોષી પ્રેમ