03 December 2014

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે – રમેશ પારેખ





આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

- રચના : રમેશ પારેખ
- સ્વર : સોલી કાપડિયા 

04 September 2014

સુખ ગયું'તું એજ રીતે - કિરણસિંહ ચૌહાણ


મિત્રો, મારા ખાસ મિત્ર કિરણસિંહ ચૌહાણની આ નવી તરો-તાજા ગઝલ. 
આ ગઝલને ફેસબુક ઉપર ઢગલો કોમેન્ટ્સ મળેલી. આ ગઝલ વાંચીને ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉધાસ સાહેબે કિરણભાઈને ફોન કરી અભિનંદન આપ્યા અને પોતાના નેક્સ્ટ આલબમમાં પોતાના અવાજમાં ગાવાની અનુમતિ પણ માંગી..મનહર ઉધાસ સાહેબના મધુર કંઠમાં આ ગઝલને સાંભળવી ગમશે.  પણ ત્યાં સુધી આ ગઝલને વાંચીને માણીએ...


06 July 2014

મારા નવા પુસ્તક "મોતી મળ્યાં મઝધારે" નું એક પેજ


મારા નવા પુસ્તક "મોતી મળ્યાં મઝધારે" નું એક પેજ 

22 June 2014

"ગુજરાતમિત્ર" વર્તમાનપત્રમાં પ્રગટ થયેલો લેખ


મિત્રો, મારા નવા પુસ્તક "મોતી મળ્યાં મઝધારે" નો લોકાર્પણ કાર્યક્રમ તા.૨-૫-૧૪ ના રોજ સુરતમાં કાનજીભાઈ દેસાઈ શિક્ષણભવન ખાતે યોજાઈ ગયો..આ પુસ્તક  વિશે ડૉ.શશિકાંત શાહ સાહેબે  "ગુજરાતમિત્ર" ની મંગળવારની  એમની કોલમમાં ખૂબ જ સરસ રીતે નોંધ લીધી એ મારા માટે ખૂબ જ આનંદદાયક ઘટના હતી..

"મોતી મળ્યાં મઝધારે" નો લોકાર્પણ કાર્યક્રમ

મિત્રો, મારા નવા પુસ્તક "મોતી મળ્યાં મઝધારે" નો 
સુરત અને બોટાદ એમ બંને જગ્યાએ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
બંને સ્થળે સાહિત્યરસિકોએ પુસ્તકને ખૂબ આવકાર્યું...
કાર્યક્રમની થોડી તસવીર..


સુરત ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમની તસવીર


ઉપરના ફોટામાં જમણેથી સુરત જીલ્લા શિક્ષણાધિકારી શ્રી યુ.એન.રાઠોડ સાહેબ,
ડૉ.શશિકાંત શાહ શાહેબ, ગુજરાત કલા પ્રતિષ્ઠાનના મહામંત્રી રમણીકભાઈ ઝાંપડીયા, હું અને 
કાર્યક્રમનું સંચાલન કરતા મારા ખાસ મિત્ર કવિ શ્રી કિરણસિંહ ચૌહાણ...




બોટાદ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમની તસવીર


ઉપરના ફોટામાં ડાબેથી બોટાદ એલ.આઈ.સી. ના જી.એમ. સોરઠીયા સાહેબ,
બોટાદ ડી.વાય.એસ.પી. તેજસ પટેલ સાહેબ, ઢસાના જાણીતા સાહિત્યકાર મનોહર ત્રિવેદી સાહેબ, 
હું અને પુસ્તકના ચિત્રકાર મારા અનુજ અનિલ મકવાણા..