01 June 2012

આ નભ ઝૂક્યું તે કાનજી


આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે.
                               આ નભ ઝૂક્યું તે કાનજી....
આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે.
                                આ નભ ઝૂક્યું તે કાનજી....
આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે.
                              આ નભ ઝૂક્યું તે કાનજી...
   કવિ - પ્રિયકાન્ત મણિયાર
સંગીત : અજીત શેઠ
સ્પીચ : હરીશ ભિમાણી
સ્વર : અજીત શેઠ અને નિરુપમા શેઠ
આલ્બમ: મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં 

0 comments:

Post a Comment