સુજ્ઞ ભાષાપ્રેમીઓ, નમસ્કાર......
ગુજરાતી માતૃભાષામાં લેખન અભિવ્યક્તિમાં સૌથી મોટી મુશ્કેલી જોડણીની પડતી હોય છે. જોડણી સુધારવાનો સૌથી સરળ ઉપાય છે વાચન. જો વાચન વધુ હોય તો જોડણી સુધરી શકે. જોડણી સુધારવી આમ તો ખૂબ જ જહેમત માગી લે એવી બાબત છે. છતાં પણ જો આપણે જોડણીના થોડા નિયમોનો અભ્યાસ કરીએ અને લખતી વખતે થોડી કાળજી રાખીએ તો ચોક્કસ જ આપણે લખવામાં થતી જોડણીની ભૂલોને સુધારી શકીએ.. અને એટલે સમગ્ર ગુજરાત રાજ્યમાં માધ્યમિક શાળા કક્ષાએ ચાલેલા “ગુજરાતી માતૃભાષા સંવર્ધન અભિયાન” અંતર્ગત ગુજરાતીના તજજ્ઞ તરીકે કામ કરવાની તક મળી એ વખતે જોડણી અને અનુસ્વારના નિયમોની સરળ સમજૂતી સાથેની આ નાનકડી પુસ્તિકા પ્રકાશિત કરી હતી..જે વિદ્યાર્થી , શિક્ષકો અને ભાષાપ્રેમીઓ માટે ઉપયોગી થઇ રહેશે એવી આશા સાથે.....
- ભરત મકવાણા
આ પુસ્તિકામાં સમાવેલા જોડણી નિયમોનો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો ડેમો વિડીઓ સ્વરૂપે જોઈ શકો છો. અને તમારા કોમ્પ્યુટરમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ચલાવવા માટે ઓરિજિનલ લીંક ડાઉનલોડ પણ કરી શકો શકો છો.
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરો.