નમસ્કાર, સુજ્ઞ સારસ્વત મિત્રો.....
આ વર્ષથી એટલે કે જૂન ૨૦૧૨ થી ધોરણ ૧૦ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) સિસ્ટમ અમલમાં આવેલ છે. અને આ સંકલ્પનાને સમજવા માટે આપણે સૌએ તા.૧૬,૧૭,૧૮, જૂન ત્રણ દિવસની તાલીમ પણ મેળવી છે...આ તાલીમ અંતર્ગત મેં R.P. તરીકે એલ.પી.ડી. સ્કૂલ, પુણાગામ ખાતે ફરજ બજાવી હતી. જેમાં મારા લેક્ચર માં મેં ધોરણ ૧૦ ની SCE પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી. જેમાં મેં ધોરણ ૧૦ નું સમગ્ર વર્ષનું પરિણામ કોમ્પ્યુટર રાઈઝ બનાવવા માટેનો એક વિશેષ સોફ્ટવેરનું પ્રેઝન્ટેશન બતાવ્યું હતું...જે સારસ્વત મિત્રોને ખૂબ પસંદ પડ્યું હતું...અને સારસ્વત મિત્રોનો આગ્રહ હતો કે અમને પણ આ સોફ્ટવેર આપો...એમની લાગણીને માન આપી આ સોફ્ટવેર મારી વેબસાઈટ ઉપર મુકું છું. જેથી વધુ ને વધુ મિત્રો એનો ઉપયોગ કરી શકે....
ખાસ નોંધ: આ સોફ્ટવેર બનાવવામાં બધી ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે..એટલે આ સોફ્ટવેરનો ઉપયોગ કરનાર મિત્રોએ માર્કસની એન્ટ્રી કર્યા સિવાય બીજી કોઈ જગ્યાએ ક્લિક કરવું નહિ....સોફ્ટવેરની ફોર્મ્યુલામાં સહેજ પણ ખામી આવશે તો તમારી મહેનત નકામી જશે...એટલે આપ મિત્રોને વિનંતી કે સોફ્ટવેરનો કાળજીપૂર્વક ઉપયોગ કરશો.....ધન્યવાદ....
સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો....ડાઉનલોડ