31 May 2012

આંધળી માનો કાગળ..

આંધળી માનો કાગળ..
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
                           - ઈન્દુલાલ ગાંધી

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…- રાવજી પટેલ


મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
                                    - રાવજી પટેલ
સંગીત : અજીત શેઠ
સ્વર :  ભૂપિંદર

બીજ થોડા / પહાડે ઝરણું વહાવી



20 May 2012

Top 10 india patriotic song


sare janha


Recpect natational athance



14 May 2012

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

જનનીની જોડ
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે જનનીની
અમીથી  ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,

શશીએ સિંચેલ એની સોડ્ય રે જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,

કાળજામાં કૈંક ભર્યા કોડ રે જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

- દામોદર ખુશાલદાસ બોટાદકર


10 May 2012

ગુજરાતીમાં લખવાની સાવ સરળ તરકીબ


  • સૌ પ્રથમ નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા કોમ્પ્યુટરની સિસ્ટમની જરૂરિયાત મુજબ 32 bit કે 64 bit સિલેક્ટ કરો. (મોટેભાગે  32 bit સપોર્ટ કરતુ હોય છે)
  • લેન્ગ્વેજમાંથી ગુજરાતી સિલેક્ટ કરો.
  • ત્યારબાદ Download Google IME પર ક્લિક કરો.
  • એક સાવ નાની ફાઈલ ડાઉનલોડ થશે એને ઓપન કરો.
  • ત્યારબાદ  RUN ઉપર ક્લિક કરો.
  • સોફ્ટવેર  એની જાતે જ ઇન્સ્ટોલ થશે.
  • ફાઈલ ઇન્સ્ટોલ થશે એટલે તમારા કોમ્પ્યુટરમાં જમણી બાજુ EN એવો આઇકોન દેખાશે. હવે ગુજરાતીમાં લખવા માટે Alt + Shift (ભાષા બદલવા માટેની શોર્ટ કી) એક સાથે દબાવવાથી GU આઇકોન આવી જશે અને ગુજરાતીમાં ખૂબ જ સરળતાથી લખી શકાશે ...

સાંસ્કૃતિક કાર્યક્રમની એક જલક....


એચ.એન.પટેલ શાળાના દશાબ્દી મહોત્સવ પ્રસંગે 
ડી.આર.બી. ભાણા કૉલેજના વિશાળ પટાંગણમાં  યોજાયેલા
 સાંસ્કૃતિક કાર્યક્રમની એક જલક....





05 May 2012

કસુંબીનો રંગ


લોકસાહિત્યના ઉમદા સર્જક ઝવેરચંદ મેઘાણીની અમર ગીત રચના
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા મેં પીધો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
માણો વીડીઓ સ્વરૂપે...
ધોરણ ૧૨ના પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ કૃતિ 


04 May 2012

આપી આપીને તમે પીંછું આપો-વિનોદ જોશી


વિકાસ વર્તુળ ટ્રસ્ટ-સુરત -મેહુલ દેસાઈ દ્વારા 
સુરતના ગાંધી સ્મૃતિભવનમાં યોજાયેલા 
ભવ્ય મુશાયરામાં કવિ વિનોદ જોશીની ગીત રચનાની એક ઝલક...


સખી મારો સાયબો સુતો મેડીએ - વિનોદ જોશી


વિકાસ વર્તુળ ટ્રસ્ટ-સુરત -મેહુલ દેસાઈ દ્વારા 
સુરતના ગાંધી સ્મૃતિભવનમાં યોજાયેલા 
ભવ્ય મુશાયરામાં કવિ વિનોદ જોશીની ગીત રચનાની એક ઝલક...



હું જળની બારાખડી - વિનોદ જોશી


વિકાસ વર્તુળ ટ્રસ્ટ-સુરત -મેહુલ દેસાઈ દ્વારા 
સુરતના ગાંધી સ્મૃતિભવનમાં યોજાયેલા 
ભવ્ય મુશાયરામાં કવિ વિનોદ જોશીની ગીત રચનાની એક ઝલક...